દાળિયા હાઈસ્કૂલ

શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.કલ્લોલભવન ,સાર્વજનિક પ્રાથમિક શાળા ,માધ્યમિક અને ઉચ્ચતર મા.વિ.સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહ

  • શિક્ષક મનોગત

              શ્રીમતી ઉર્વશીબેન પટેલ 

                

                   શ્રી આશિષભાઈ પટેલ




    ગોપાળભાઇ વડગામા 

    : લઘુકથા ;-
                 પપ્પા... જો..જો...હો..!!!

    પપ્પા જો  જો ..હો,માસ્ક કાઢતા નહીં, હાથને સેનેટાઈઝથી સાફ રાખજો,... અને હા ટોળે વળીને તો બિલકુલ ના બેસતા....
    જોજો હો પપ્પા ....કોરોના ને ઘરેના લાવતા
    આ શબ્દો હતા મારી લાડકી દીકરી સાત્વીના...
    અરે કહુ છું ,પાછા જલ્દીથી ઘરે આવી જજો....મારી અઘાઁગીની ..રણકી
    આજે લોકડાઉન પછી પહેલી વખત હું ઓફસે જતો હતો
    હજુ તો સોસાયટીના ગેટ પાસે પહોંચ્યો ,ત્યાં જ મારો મિત્ર Star-Moon
    એટલે કે તારા ચંદ્ર એ બૂમ પાડી... ઓય Smiling Face કયા જાય છે ? આવ જરા પાન-બાન ખાઈએ... ત્યાં બીજો શેરીમિત્ર બોલ્યો આવને હસમુખ ૫૦ દિવસે આજે તારુ હસતું મોઢું જોયું
    અમે એકબીજાને ઈગ્લિશ ફની નામથી જ બોલાવતા. મેં પણ તે બાજુ નજર નાંખી ને જોયું તો પાનના ગલ્લે દશ થી બાર લોકો નું ટોળું ઉભું હતું 
    જો જો હો ટોળે ન વળતા.... મારી દીકરી યાદ આવી, અને હું ત્યાં ન ગયો, પછી મળીએ તેમ કહીને ઓફિસ જવા નિકળી ગયો.
    પણ આ શું ?
    જાણે લોકબોલીમાંથી છૂટ્યા હોય તેમ જ્યાં ને ત્યાં ટોળા અને ભીડ....સોશિયલ ડિસ્ટન્સ ના તો જાણે ધજાગરા ઉડતા હતા.
    હું ઓફિસમાં પહોંચી મારું ભેગું થયેલું કામ પતાવીને ઘરે પરત થતો હતો પરંતુ રસ્તામાં એક જ વિચાર આવતો હતો કે શું આ પચાસ દિવસની મોદી સાહેબની મહેનત પાણીમાં તો નહિ જાય ને ? ,શું આપણા સૌનું પચાસ દિવસ નુ ઘરમાં રહેવાનું આ તપ એળે જશે ? 
     શાકભાજીના ટોળા, કરીયાણાની દુકાનમાં ટોળા મારી નજર સામેથી ખસતા જ ન હતા... ત્યાં ઘર આવી ગયું.
    હું નાહી-ધોઈને સેનેટાઈઝ થયો,ને હજુ તો સોફામાં બેઠો જ કે તરત મારી દીકરી બોલી પપ્પા પેલા star Moon અંકલને તો ૧૦૮ માં લઈ ગયા.....તેમને કોરોના પોઝીટીવ આવ્યો....પપ્પા તમે તો ટોળામાં નથી ગયાને .....
    હૂં તરત જ બોલ્યો ના દીકરા, તે જ તો કહ્યું હતું.... પપ્પા.. જો જો... હો......

                      ગોપાલ વડગામા... સુરત
                       
                    Date:-  13-05-2020



    હિતેશ ભટ્ટ (આચાર્ય )



    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો