શાળામાં ૧૯૯૪ થી દર વર્ષે ચાલતી શ્રી દેવેન્દ્ર નાયક અને ગંગાબા પારિતોષિક યોજના અંતર્ગત ધોરણ-૯ અને ૧૦ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી માટેનું ક્વિઝ સ્પર્ધાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું .જેમાં ધોરણ 9 અને 10 ની આઠ ટીમોમાં કુલ 24 વિદ્યાર્થીઓ + audience એ ભાગ લીધો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં શાળાના સુપરવાઈઝર શ્રી કાંતિભાઇ પટેલે કવીઝ સ્પર્ધામાન ઇતિહાસ વિશે સૌને માહિતગાર કર્યા હતા તેમજ સ્પર્ધકોને શુભકામના પાઠવી હતી. સમગ્ર સ્પર્ધાનું આયોજન અને સંચાલન શ્રી આશિષભાઈ પટેલ, ઉર્વશી બેન પટેલ ,કૃતિકાબેન પટેલ, પિનાકીનીબેન ગામીત, દિવ્યાબેન તથા મનાલીબહેને કર્યું હતું. અન્ય શિક્ષકો પણ મદદરૂપ થયા હતા. સ્પર્ધાને અંતે *ચાણક્ય ગ્રુપ * પ્રથમ ક્રમે વિજેતા રહ્યું હતું .આચાર્યશ્રી હિતેશભાઈ ભટ્ટે વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતા.
ચાણક્ય ગૃપ-પ્રથમ
ચાણક્ય ગૃપ-પ્રથમ




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો