દાળિયા હાઈસ્કૂલ

શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.કલ્લોલભવન ,સાર્વજનિક પ્રાથમિક શાળા ,માધ્યમિક અને ઉચ્ચતર મા.વિ.સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહ

  • ગુરુવાર, 16 એપ્રિલ, 2020

    2020.21 ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ

    જેમણે ધોરણ 9 માટે ઓનલાઇન ફોર્મ ભર્યું છે તેમણે શાળામાં આવી તા 8 જૂન થી 13 જૂન 2020 સુધી માં સવારે 8 થી 10.00 માં જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે  હાર્ડ કોપીમાં   ભરી  જવું. 

    જેમણે હાર્ડ કોપીમાં  ફોર્મ શાળામાં જમા કરાવ્યુ છે તેમણે જૂન માસનું  નીચે આપેલ STUDY MATERIAL ડાઉનલોડ કરી અભ્યાસ કરવાનો રહેશે ..સ્વાધ્યાય કરી માટે દરેક વિષયની નોટ જુદી બનાવવાની રહેશે હવે પછી દૂરદર્શન પર અભ્યાસ ક્રમ પ્રસારીત થશે એ અંગે સૂચના આપવામાં આવશે 
    pdf ડાઉનલોડ કરવા જે તે વિષય પર ક્લિક કરો 


    વિદ્યાર્થી અને વાલીઓની આતુરતાનો અંત

    વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આગામી વર્ષ 2020-21 માટે દાળિયા સ્કૂલ પરિવારે 

    બાલભવન 

    પ્રાથમિક 

    માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ 

    દરેક વિભાગમાં

    ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલ છે. જેમાં  વિગતો વાંચી વાલીઓ/ વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ સબમીટ કરવા જણાવવામાં આવે છે .કોઈ વિગત અંગે પ્રશ્ન હોય તો લીંક માં આપેલા નંબર પર ફોન કરી પૂછપરછ કરી શકો છો .


    ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા અંગે કેટલીક સામાન્ય સૂચનાઓ

    1. જે વિદ્યાર્થીઓ 1 થી 7 મા આપણી  શાળામાં ભણે છે અને આપણી શાળામાં જ આગળના ધોરણમાં  ભણવાના છે તેમણે ફોર્મ ભરવાની જરૂર નથી
    3. તેવી જ રીતે  આપણી શાળામાં  ધોરણ 9 માં ભણતાં  વિદ્યાર્થીઓએ ધોરણ 10 માટે ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ ધોરણ 12 માટે પ્રવેશ ફોર્મ ભરવાની જરુર નથી.
    3.બાલમવનમાં નવા એડમિશન, તથા ધોરણ 1 ,ધોરણ 9 અને ધોરણ 11 માટે દરેકે ફોર્મ ભરવું ફરજિયાત છે.
    4.અન્ય શાળાના વિદ્યાર્થીઓએ કોઈપણ ધોરણમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરવું ફરજીયાત છે
    5. ફોર્મ એક જ વાર ભરવું.
    6. આ પ્રવેશ ફોર્મ માત્ર છે. ફોર્મ ભરવા માત્રથી એડમિશન ફાઇનલ થઇ જતું નથી તેની નોંધ લેવી.એડમિશન અંગે આખરી નિર્ણય  શાળાનો રહેશે...
    પ્રવેશ ફોર્મ  અંગે કોઇ પ્રશ્ન હોય તો લિંકમાં  આપેલા સંપર્ક નંબર પર ફોન કરો
    7.ઓનલાઈન ચીટીંગના કેસોને ધ્યાનમાં રાખી આધારભૂત સ્રોત દ્વારા પ્રાપ્ત લિંક જ  ઓપન કરવી..
    એક વિદ્યાર્થીનું એક જ વાર ફોર્મ સબમીટ કરવું 
    કોઈ પ્રશ્ન હોય તો 8000650872 પર ફોન કરી પૂછપરછ કરી શકો 

    https://forms.gle/Dcvsp1L5NPT4g9DH9


    આ લિંક પર ક્લિક કરતા પ્રવેશ ફોર્મ ખુલશે... બધી વિગતો ભરી ફોર્મના અંતે આપેલું submit બટન દબાવવું...



    તા.22.5.2020 શુક્રવાર સાંજે 4.00 કલાક સુધીમાં જેમણે ધોરણ 9 માટે જેમણે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેની યાદી .(હજુ પણ  ફોર્મ ભરી શકો છો ).ખાસ નોંધ આ માત્ર યાદી છે .ફાઇનલ પ્રવેશ યાદી નથી..સરકારના આદેશ મુજબ જ્યારે શાળા ખુલશે ત્યારે આગળની કાર્યવાહી કર્યા પછી જ પ્રવેશ ફાઇનલ થશે ..ઓનલાઇન ફોર્મ ભરવા માત્રથી પ્રવેશ નિશ્ચિત થઈ જતો નથી.






    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો