દાળિયા હાઈસ્કૂલ

શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.કલ્લોલભવન ,સાર્વજનિક પ્રાથમિક શાળા ,માધ્યમિક અને ઉચ્ચતર મા.વિ.સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહ

  • શુક્રવાર, 27 નવેમ્બર, 2020

    ઓનલાઇન ક્લાસની EXAM LINK

    સમગ્ર શિક્ષા, ગુજરાત ના હોમલર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વર્ચ્યુઅલ શાળા ની ઓનલાઇન ક્લાસની ધોરણ-9 અને ધોરણ-10 ના ગણિત (10 AM), વિજ્ઞાન (11 AM) અંગ્રેજી (2.15 PM) તથા ધોરણ-12 એકાઉન્ટ (12.15 PM), આંકડાશાસ્ત્ર (1.15 PM), ગણિત (4.00 PM), જીવ વિજ્ઞાન (4.00 PM), ભૌતિક વિજ્ઞાન (12.15 PM),  રસાયણ વિજ્ઞાન (1.15 PM) ની તા.28-11-2020 નાં રોજ પરીક્ષા લેવામાં આવનાર છે. તો આ પરીક્ષામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાયને ભાગ લે તે માટે આ મેસેજને તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી. 
     
    Live Class Video Link 

    EXAM LINK (આ લીંક પરીક્ષા માટે કાયમ એકજ રહેશે એટલે સેવ કરીને રાખવા વિનંતી.)
    નીચે આપેલ લિંક  EXAM LINK છે 


    પરીક્ષામાં કઇ રીતે ભાગ લઇ શકાય તેના માટેના સ્ટેપ્સ જોવા માટે નીચે ક્લીક કરવું.

    રવિવાર, 11 ઑક્ટોબર, 2020

    Fly into the Correct Expression Cloud.

     

    સંપર્ક સૂત્ર

    કલ્લોલભવન-નર્સરી,જુ.કે.જી.,સી.કે.જી.(નોન ગ્રાન્ટેડ) સાર્વજનિક પ્રાથમિક શાળા-ધો.1 થી 8 (નોન ગ્રાન્ટેડ) શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્યપ્રવાહ -કોમર્સ (ગ્રાન્ટેડ )અને વિજ્ઞાન પ્રવાહ (નોન ગ્રાન્ટેડ એસી.ક્લાસરૂમ,ફૂલ ડે ) 

    સંપર્ક સૂત્ર 0261-2734002/2747127

    વિભક્તિ રુપ પાઠ 2 ધોરણ 9 સંસ્કૃત

     

    ધોરણ 9 સંસ્કૃત પાઠ 2 यद्द्भविष्यो विनष्यति સમાસ ના પ્રકાર ઓળખાવો

     

    શનિવાર, 3 ઑક્ટોબર, 2020

     આજે અને આવતી કાલે રાત્રે 9:00 કલાકે બેટી બચાવો બેટી પઢાવો વિશે વેબિનારનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું છે..

    આજે માધ્યમિક, આવતીકાલે ઉચ્ચતર માધ્યમિક વિભાગની છોકરીઓ માટે આ વેબિનાર છે.શાળમા અભ્યાસ કરતી દીકરીઓના વાલીઓને જોડાવા માટે વિનંતિ


    સોમવાર, 27 જુલાઈ, 2020

    વાલી મીટીંગ

    હાલમાં કોરોના મહામારીમાં કારણે શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ.  શાળા દ્વારા વિદ્યાર્થીઓને WhatsApp અને  zoom દ્વારા  સતત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.  તે અંગે વાલીઓને પણ માહિતગાર કરવા માટે નીચે મુજબની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વાલી મિત્રો  બાળકો સાથે જોડાઈ એ અપેક્ષિત છે. મીટીંગની લીંક whatsapp ગ્રુપમાં મુકવામાં આવે જ છે

         Zoom app પર વાલી મીટીંગ 

    શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ,અડાજણ ,સુરત 

    તારીખ             સમય                ધોરણ

                                      ( રાત્રે )
    26/7/20                   8 થી 8.45                        12/બ
                                    9 થી 9.45                        10/અ
    27/7/20                   8 થી 8.45                        12/અ
                                    9 થી 9.45                        10/બ
    28/7/20                   8 થી 8.45                        11/અ
                                    9 થી 9.45                        10/ક
    29/7/20                   8 થી 8.45                        11/બ
                                    9 થી 9.45                        10/ડ

    ગુરુવાર, 16 જુલાઈ, 2020

    એકમ કસોટી





    એકમ કસોટીનું આયોજન

    *શ્રીમતી એલ એન બી દાળિયા હાઈસ્કૂલ*

    1. એકમ કસોટી 25 ગુણની રહેશે

    2. જે તે વિષય શિક્ષક પરીક્ષાની માહિતી વોટ્સએપના માધ્યમથી આપશે

    3. તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી ફરજીયાત રહેશે 

    4. એકમ કસોટી આપવા માટે વિષય પ્રમાણે નોટબુક બનાવવાની રહેશે

    5. પરીક્ષા પૂર્ણ થયાબાદ શાળા દ્વારા જે તે વિષયની નોટબુક મંગાવવામાં આવે ત્યારે વાલીશ્રી દ્વારા શાળામાં જમા કરાવવાની રહેશે 

    6.ધોરણ 9 થી 12 ની એકમ કસોટી તારીખ 29/7/20 થી 30/7/20  દરમિયાન નિર્ધારિત સમયે દરેક વિદ્યાર્થીઓએ પોતાના ઘરે રહીને જ પોતાના વાલીની દેખરેખમાં આપવાની રહેશે....

    7. એકમ કસોટી માટે  એક કલાકનો સમય  રહેશે .એક કલાકમાં કસોટી પૂર્ણ કરવી.

    8. એકમ કસોટીનું આયોજન પાઠ્યપુસ્તક આધારિત  રહેશે 

    9. એકમ કસોટી ના દિવસે જ શાળા દ્વારા વિદ્યાર્થીઓના ઘરે સોફ્ટ કે હાર્ડ કોપીમાં પ્રશ્નપત્ર પહોંચાડવામાં આવશે 

    10. એકમ કસોટી માં મેળવેલ ગુણ s.s.a ના વેબ પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવશે 

    11. વિદ્યાર્થીઓ કસોટી ભયમુક્ત/ તનાવમુક્ત સ્થિતિમાં  આપે તે ઈચ્છનીય છે..

    12.એકમ કસોટીની નોટબૂક વાલીશ્રીએ શાળામાં તા.31/7/20  ના રોજ સવારે
    8 thi 10 માં જમા કરાવવાની રહેશે...

    વિષય..અભ્યાસક્રમ

    રવિવાર, 28 જૂન, 2020

    HSC માર્કશીટ વિતરણ

    • શ્રીમતી એલ એન બી દાળિયા હાઈસ્કૂલના
    • ધોરણ 12(HSC) માર્ચ 2020 બોર્ડની પરીક્ષાના ગુણપત્રક(માર્કશીટ)નું વિતરણ 
    • *તા. 29/06/2020, સોમવારના રોજ
    • બપોરે 11 કલાકથી*  શાળામાં કરવામાં આવશે.
    • માર્કશીટ લેવા આવો ત્યારે માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઇશે..
    • યોગ્ય અંતર અને શિસ્ત જાળવવી પડશે..આપવામાં આવતી સૂચનાઓ નું ફરજિયાત પાલન કરવું 
    • 1 વિષય માં નાપાસ વિદ્યાર્થીઓએ ઓફિસ/કાર્યાલયનો સંપર્ક કરવો

    શનિવાર, 20 જૂન, 2020

    Ssc માર્કશીટ વિતરણ

    શ્રીમતી એલ એન બી દાળિયા હાઈસ્કૂલના
    ધોરણ 10(SSC) માર્ચ 2020 બોર્ડની પરીક્ષાના ગુણપત્રક(માર્કશીટ)નું વિતરણ 
    *તા. 22/06/2020, સોમવારના રોજ
    બપોરે 12 કલાકથી*  શાળામાં કરવામાં આવશે.
    માર્કશીટ લેવા આવો ત્યારે માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઇશે..
    યોગ્ય અંતર અને શિસ્ત જાળવવી પડશે..

    શનિવાર, 13 જૂન, 2020

    ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

    આવતીકાલે તારીખ 15 /6/2020 સોમવાર ના રોજ *ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ* બોર્ડની વેબસાઇટ  www.gseb.org પર સવારે  08:00 કલાકથી  માત્ર ઓનલાઇન પ્રસિદ્ધ થશે. આવતીકાલે પરિણામ માત્ર ઓનલાઇન જ જાહેર થશે માર્કશીટ આવતી કાલે આવવાની નથી કોઈપણ વિદ્યાર્થીઓએ શાળામાં આવવું નહીં.. ઓનલાઈન રિજલ્ટ જોવા માં કોઈને તકલીફ હોય તો શાળાનો સંપર્ક કરી શકો છો

    મંગળવાર, 9 જૂન, 2020

    ધોરણ 11 મા પ્રવેશ ચાલું

    આજરોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે આવતીકાલથી આપણી શાળામાં ધોરણ 11 કોમર્સ (ગ્રાન્ટેડ) અને સાયન્સ(નોન ગ્રાન્ટેડ) ના પ્રવેશ ફોર્મનું વિતરણ  શરૂ થશે.. શાળાના ધોરણ ૧૦ના પાસ થયેલા વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ સવારે ૮ થી ૧૦  દરમ્યાન શાળામાંથી પ્રવેશ ફોર્મ મેળવી લે

    કારકિર્દી માર્ગદર્શન

    સરકાર દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકા  2020  ડાઉનલોડ કરવા અહીં  ક્લિક કરો 

    સોમવાર, 8 જૂન, 2020

    SSC RESULTS MARCH 2020

                  દાળિયા હાઈસ્કૂલ SSC RESULTS 2020



    આવતીકાલે તા. 9/6/20 ના રોજ સવારે 8.00 કલાકે ધોરણ 10 નું બોર્ડનું પરિણામ વેબસાઇટ  પર  ઓનલાઇન જાહેર થશે



    જેને બોર્ડની વેબસાઇટ પરથી જોઈ શકાશે..
    પરિણામ માત્ર ઓનલાઇન જાહેર થશે .માર્કશીટ કાલે આવવાની નથી ..ધોરણ 10 ના કોઈપણ વિદ્યાર્થીએ શાળાએ આવવાનું નથી.

    ધોરણ 10 ના બધા વિદ્યાર્થીઓને સારા પરિણામ માટે દાળિયા સ્કૂલ પરિવારવતી શુભેચ્છાઓ 

    શુક્રવાર, 8 મે, 2020

    Online results std.9 &11

    સુજ્ઞ  વાલીશ્રી , વિદ્યાર્થીમિત્રો,
    આપ કુશળ હશો 
    કોરોના મહામારીની મથામણમાં પણ આપણી શાળાના શિક્ષકોએ બીજી અનેક કામગીરીની સાથે સાથે ખૂબ મહેનત કરી ધોરણ 9 અને 11નું   પરિણામ તૈયાર કર્યું છે...
    તેના ફળસ્વરૂપે આજે વિદ્યાર્થીઓને સવારે 8.00કલાક પછી  એમના  whatsapp નંબર પર રીઝલ્ટ મોકલવામાં આવશે...
    વિદ્યાર્થીઓને પોતાનું  રિઝલ્ટ ન મળે તો  વર્ગ શિક્ષક શ્રીનો સંપર્ક કરવો..
    દાળિયા સ્કૂલ પરિવારવતી
    સારા ભવિષ્યની શુભકામના સહ...

    મંગળવાર, 28 એપ્રિલ, 2020

    ઓનલાઈન વર્ગો ધો.10/12

    ધોરણ 10/12 ઓનલાઈન વર્ગો શરૂ 

    શાળાના બાળકોનો અભ્યાસ વધુ ન બગડે એ હેતુ થી આપણી શાળા દ્વારા જે વિદ્યાર્થીઓ ધોરણ ૯ માંથી બેસ્ટ બનાવવાના છે અને ધોરણ ૧૧માં થી ધોરણ ૧૨માં આવવાના છે એમના ધોરણ-10 અને 12ના વર્ગો whatsapp ગ્રુપ બનાવીને શરૂ કરી દેવામાં આવ્યા છે..

    સમયપત્રક વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું છે... જો કોઈ વિદ્યાર્થી પોતાના વર્ગમાં જોડાવાના બાકી હોય તો પોતાના વર્ગ શિક્ષકનો સંપર્ક કરવો
    ધોરણ 9 A/B/C/D   હાલ પુરતાં  ધોરણ 10 A/B/C/D ગણાશે 
    ધોરણ  11A/B  હાલ પુરતાં ધોરણ 12 A/B ગણાશે. 

                                                  પ્રથમ અને દ્વિતીય સપ્તાહનું  સમય પત્રક 



    મંગળવાર, 21 એપ્રિલ, 2020

    પાઠ્યપુસ્તક ધોરણ ૯ થી ૧૨

    ધોરણ ૯ થી ૧૨ ગુજરાત બોર્ડ

    ક્લિક કરવાથી એક pdf ફાઈલ ખુલશે જેમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, હિન્દી માધ્યમ ના ત્રણ વિભાગ હશે જેમા ગુજરાતી માધ્યમ પર ક્લિક કરી આપને જે ધોરણ ના પાઠ્યપુસ્તકો જોઈતા હોય તેની પીડીએફ મેળવી શકશો ધોરણ ૯ થી ૧૨ ના પુસ્તકો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

    ધોરણ 1 થી 8ના પુસ્તકો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

    ગુરુવાર, 16 એપ્રિલ, 2020

    2020.21 ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ

    જેમણે ધોરણ 9 માટે ઓનલાઇન ફોર્મ ભર્યું છે તેમણે શાળામાં આવી તા 8 જૂન થી 13 જૂન 2020 સુધી માં સવારે 8 થી 10.00 માં જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે  હાર્ડ કોપીમાં   ભરી  જવું. 

    જેમણે હાર્ડ કોપીમાં  ફોર્મ શાળામાં જમા કરાવ્યુ છે તેમણે જૂન માસનું  નીચે આપેલ STUDY MATERIAL ડાઉનલોડ કરી અભ્યાસ કરવાનો રહેશે ..સ્વાધ્યાય કરી માટે દરેક વિષયની નોટ જુદી બનાવવાની રહેશે હવે પછી દૂરદર્શન પર અભ્યાસ ક્રમ પ્રસારીત થશે એ અંગે સૂચના આપવામાં આવશે 
    pdf ડાઉનલોડ કરવા જે તે વિષય પર ક્લિક કરો 


    વિદ્યાર્થી અને વાલીઓની આતુરતાનો અંત

    વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આગામી વર્ષ 2020-21 માટે દાળિયા સ્કૂલ પરિવારે 

    બાલભવન 

    પ્રાથમિક 

    માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ 

    દરેક વિભાગમાં

    ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલ છે. જેમાં  વિગતો વાંચી વાલીઓ/ વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ સબમીટ કરવા જણાવવામાં આવે છે .કોઈ વિગત અંગે પ્રશ્ન હોય તો લીંક માં આપેલા નંબર પર ફોન કરી પૂછપરછ કરી શકો છો .


    ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા અંગે કેટલીક સામાન્ય સૂચનાઓ

    1. જે વિદ્યાર્થીઓ 1 થી 7 મા આપણી  શાળામાં ભણે છે અને આપણી શાળામાં જ આગળના ધોરણમાં  ભણવાના છે તેમણે ફોર્મ ભરવાની જરૂર નથી
    3. તેવી જ રીતે  આપણી શાળામાં  ધોરણ 9 માં ભણતાં  વિદ્યાર્થીઓએ ધોરણ 10 માટે ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ ધોરણ 12 માટે પ્રવેશ ફોર્મ ભરવાની જરુર નથી.
    3.બાલમવનમાં નવા એડમિશન, તથા ધોરણ 1 ,ધોરણ 9 અને ધોરણ 11 માટે દરેકે ફોર્મ ભરવું ફરજિયાત છે.
    4.અન્ય શાળાના વિદ્યાર્થીઓએ કોઈપણ ધોરણમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરવું ફરજીયાત છે
    5. ફોર્મ એક જ વાર ભરવું.
    6. આ પ્રવેશ ફોર્મ માત્ર છે. ફોર્મ ભરવા માત્રથી એડમિશન ફાઇનલ થઇ જતું નથી તેની નોંધ લેવી.એડમિશન અંગે આખરી નિર્ણય  શાળાનો રહેશે...
    પ્રવેશ ફોર્મ  અંગે કોઇ પ્રશ્ન હોય તો લિંકમાં  આપેલા સંપર્ક નંબર પર ફોન કરો
    7.ઓનલાઈન ચીટીંગના કેસોને ધ્યાનમાં રાખી આધારભૂત સ્રોત દ્વારા પ્રાપ્ત લિંક જ  ઓપન કરવી..
    એક વિદ્યાર્થીનું એક જ વાર ફોર્મ સબમીટ કરવું 
    કોઈ પ્રશ્ન હોય તો 8000650872 પર ફોન કરી પૂછપરછ કરી શકો 

    https://forms.gle/Dcvsp1L5NPT4g9DH9


    આ લિંક પર ક્લિક કરતા પ્રવેશ ફોર્મ ખુલશે... બધી વિગતો ભરી ફોર્મના અંતે આપેલું submit બટન દબાવવું...



    મંગળવાર, 7 એપ્રિલ, 2020

    google  classroom   ગૂગલ ક્લાસરૂમ   



    ધોરણ 10 ના ગણિત અને વિજ્ઞાન તથા અંગ્રેજી માટે આપણી શાળા માટે ગૂગલ કલાસરૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેનો code નીચે મુજબ છે.

    ધોરણ10ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નમ્ર વિનંતી કે ગૂગલ કલાસરૂમ એપ ડાઉનલોડ કરીને આ ક્લાસમાં જોડાઈ જશો.

    ENGLISH  For Unit =mmgp76wEnglish for Grammar - 4772jn2MATHS SCIENCE = qobytld

    ગુરુવાર, 2 એપ્રિલ, 2020

    ઓનલાઈન કલાસરૂમ ધોરણ 10 અંગ્રેજી

    નમસ્તે વિધાર્થી મિત્રો,
    આશા છે કે તમે વર્ગ (google classroom)નો આનંદ માણી રહ્યા છો.
    ગૂગલ ક્લાસરૂમ એપ ડાઉનલોડ કરવા માટે👇🏻👇🏻👇🏻👇🏻

    https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.classroom&hl=en

    https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.classroom&hl=en
    *અહીં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી રહી છે. ખાસ કરીને પાઠયપુસ્તક એકમો માટે ધોરણ -10 નો બીજો વર્ગ છે.*

    *આ વર્ગની કોડ છે - mmgp76w*

    પાઠયપુસ્તક એકમો શીખવા માટે કૃપા કરીને આ વર્ગમાં જોડાઓ.*

    🙏🏻આ દિવસોમાં મહત્તમ એકમોનો અભ્યાસ કરી શકે અને સમયનો સદુપયોગ કરી શકે.*🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    આજે આશિષ સર દ્વારા રાત્રે આઠ વાગ્યે ઝૂમ એપ્લિકેશનમાં ૪૫ મિનીટ નો વર્ગ લેવાશે. અંગ્રેજી વિષયના ગ્રામરના બે મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તો સર્વ વિદ્યાર્થીઓ ને વિનંતી કે તેઓ ઝૂમ એપ્લિકેશન અહીં બતાવ્યા મુજબ ડાઉનલોડ કરી *join meeting* પર click કરી ઉપર આપેલો *મીટીંગ આઇડી* દાખલ કરવાથી તમે ઓનલાઇન વર્ગમાં જોડાઈ શકશો

    Join Zoom Meeting
    https://us04web.zoom.us/j/448015051
    https://us04web.zoom.us/j/448015051

    Meeting ID: 448 015 051



    સર્વ વિદ્યાર્થીઓ ને વિનંતી કે તેઓ ઝૂમ એપ્લિકેશન અહીં બતાવ્યા મુજબ ડાઉનલોડ કરી *join meeting* પર click કરી ઉપર આપેલો *મીટીંગ આઇડી* દાખલ કરવાથી તમે ઓનલાઇન વર્ગમાં જોડાઈ શકશો


    Topic: Grammar Chapters for std 10
    Time: *Apr 10, 2020* *04:00 PM* 
    Mumbai, Kolkata, New Delhi


    Join Zoom Meeting
    https://us04web.zoom.us/j/279726977

    *Meeting ID: 279 726 977*

    રવિવાર, 29 માર્ચ, 2020

    ધોરણ 10 અંગ્રેજી

    વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા અભ્યાસ📗*
    હાલ કોરોના વાયરસ ને લીધે શાળાઓમા રજાઓ છે. વિદ્યાર્થીઓ ઘરેબેઠા ભણી શકે તે માટે ધોરણ - 10, *વિષય - અંગ્રેજી યુનિટ 1 અને 2*  શાળા ના શિક્ષક આશિષભાઈ પટેલે તૈયાર કરેલ છે. 


    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    હાલ શાળાઓમા રજાને કારણે શૈક્ષણિક કાર્ય  કરવા માટે કન્ટેન્ટ તૈયાર કરેલ છે.
    *આ માટેના વિડીયો જોવાની લીંક આપેલ છે.*

     અચૂક શેર કરશો. 
    📺📺📺📺📺🎯🎯🎯🎯
    બની શકે તો સબ્સ્ક્રાઇબ કરશો🙏🏻🙏🏻🙏🏻
    ધોરણ 10 અંગ્રેજી (second language) ના પ્રથમ યુનિટની ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી.....  
    🖊️🖊️🖋️🖋️🖍️🖍️                       વિધાર્થીઓ યુનિટનો ઘરે બેસીને અંગ્રેજીના પાઠોનો સરળતાથી અભ્યાસ કરી શકે તે હેતુથી બનાવવામાં આવ્યા છે.

    🚆🚆🚇🚇🚊🚊🚉
    Unit - 1.1 Tracks to Taj Nagar

    💡💡💡💡🔌🔌🔌🔌
    Unit - 1.2 Sitapur's Light


    📖📖📖📚📚📚
    Unit - 1.3 Palakkad's Public Library



    યુનિટ - 1 Against the Odds *(Tracks to Tajnagar)*

    https://youtu.be/PJEsQdUdyQM 

    🎖🎖🎖🎖🎖🎖🎖


    યુનિટ - 1 Against the Odds *(Sitapur's Light)*

    https://youtu.be/9rA0Ve9Rop0

    🎊🎊🎊🎊🎊🎊🎊🎊


    યુનિટ - 1 Against the Odds *(Palakkad's District Library)*

    https://youtu.be/i6yGhYJHFSk

    📖📖📖📖📖📖📖

    યુનિટ - 2 The Human Robot *(Part - 1)*

    https://youtu.be/wLSo-xGgyEM

    🖥️🖥️🖥️🖥️🖥️🖥️🖥️🖥️

    યુનિટ - 2 The Human Robot *(Part - 2)*

    https://youtu.be/FmDR7hHa_6A


    💻💻💻💻💻💻💻


    યુનિટ - 2 The Human Robot *(Part - 3)*

    https://youtu.be/Kdlx-_geC24





    For STD 10 Students......

    Study at home
    🏡🏡🏡🏡🏡

    Watch these three videos of grammar functions and then give the test. If you are the first 100 students who get 80% and above, you will get a certificate from our team. 🎖️🎖️🎖️🎖️🎖️
    🎯🎯🎯🎯🎯🎯🎯🎯
     👇👇👇👇👇👇

    🏬🏢🏠🏡🏘️🏚️🏨
    Function - Specifying Location

    https://youtu.be/bVZJl0I-wGU

    👨🏽‍💼👨🏻‍🎓👨🏽‍⚖️👨🏽‍💼👨🏻‍🎓👨🏽‍⚖️👨🏽‍💼🧘🏻‍♀️
    Function – Describing Person



    🕑🕒🕓🕔🕕🕖🕗🕢
    Function - Specifying Time

    📄📄📑📑📖📖
    Test👇👇👇👇



    *For STD 10 Students......*

    *Study at home*
    🏡🏡🏡🏡🏡

    Watch these three videos of grammar functions and then give the test. If you are the first 100 students who get 80% and above, you will get a certificate from our team. 🎖️🎖️🎖️🎖️🎖️
    🎯🎯🎯🎯🎯🎯🎯🎯
     👇👇👇👇👇👇

    🏬🏢🏠🏡🏘️🏚️🏨
    *Function - Specifying Location*


    👨🏽‍💼👨🏻‍🎓👨🏽‍⚖️👨🏽‍💼👨🏻‍🎓👨🏽‍⚖️👨🏽‍💼🧘🏻‍♀️
    *Function – Describing Person*


    🕑🕒🕓🕔🕕🕖🕗🕢
    *Function - Specifying Time*

    📄📄📑📑📖📖
    *Test*👇👇👇👇




    *For STD 10 Students......*

    *Study at home*
    🏡🏡🏡🏡🏡

    Watch these three videos of grammar functions and then give the test. If you are the first 100 students who get 70% and above, you will get a certificate from our team. 🎖️🎖️🎖️🎖️🎖️
    🎯🎯🎯🎯🎯🎯🎯🎯
     👇👇👇👇👇👇

    🌱🌱🌱🌱🌳🌳🌳🌳
    *Function - Showing Reason and Result*


    👈🏻👉🏻👈🏻👉🏻👈🏻👉🏻👈🏻👉🏻
    *Function – Talking about Alternatives*


    🌕🌑🌕🌑🌕🌑🌕🌑
    *Function - Indicating Contrast*


    📄📄📑📑📖📖
    *Test*👇👇👇👇



    બુધવાર, 25 માર્ચ, 2020

    ધોરણ 10 પાઠયપુસ્તક pdf

    વિજ્ઞાન ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
    ગણિત ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 
    અંગ્રેજી  ડાઉનલોડ કરવા અહીં  ક્લિક કરો
    ગુજરાતી  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 
    સામાજિક વિજ્ઞાન  ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
    સંસ્કૃત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
    હિન્દી  ડાઉનલોડ કરવા અહીં  ક્લિક કરો 

    બુધવાર, 18 માર્ચ, 2020

    ઓનલાઇન શિક્ષણ પુનરાવર્તન સમય પત્રક

    Online teaching timetable


    હાલમાં કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે બાળકોને રજા છે જેથી ઘર બેઠા મહત્ત્વના વિષય નું પુનરાવર્તન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
    ગુજરાત ની જે channels માં education અપાશે તેનું લિસ્ટ timetable.જેનો ઉપયોગ કરી વિદ્યાર્થીનીઓ ધેર બેઠાં અભ્યાસ કરી શકશે.


    ધોરણ 11 કોમર્સ માટે માત્ર નામના મૂળતત્વો  એક જ વિષય 28.3.2020 ના રોજ છે.અન્ય વિષયો માટે ડો.કિશોરભાઇ પટેલના બ્લોગ ની મુલાકાત લઈ તૈયારી કરી શકો 
    ધોરણ 9 માટે 19 થી 28 માર્ચ વિજ્ઞાન, અંગ્રેજી,ગણિત 




    ધોરણ 9 માટે  અન્ય વિષયો માં જો આપની પાસે જીયો સિમ કાર્ડ હોય તો jio tv એપ પર 
    આપ categories માં education અને  languages માં gujarati સિલેક્ટ કરી  વંદે ગુજરાત ની ચેનલ નં 9  પર જુદા જુદા વિષયોનું માર્ગદર્શન નિષ્ણાતોના વિડીયો જોઈ મેળવી શકો છો એજ રીતે ધોરણ 11  નામના મૂળતત્વો ચેનલ નં 11 પર જોઈ શકશો  ઉપરાંત  કોમર્સના જુદા જુદા વિષયોના માર્ગદર્શન માટે ડો.કિશોરભાઇ પટેલ ના http://drkishorpatel.blogspot.com/  બ્લોગની મૂલકાત લઈ શકો 

    સોમવાર, 16 માર્ચ, 2020

    શૈક્ષણિક કાર્ય બંધ રહેવા અંગે

    કોરોના વાઈરસ મહામારી સંદર્ભે સાવચેતીના ભાગરુપે
    રાજ્ય સરકારશ્રીના તથા deo કચેરી સુરતના આદેશ મુજબ


     સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત  શાળા
    શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલના 
    માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 

    તા.16/03/2020  સોમવાર થી 29/03/2020 રવિવાર 
    સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.વિદ્યાર્થીઓને રજા રહેશે.  ધોરણ 9/11 ની વાર્ષિક પરીક્ષા  હાલ સ્થગિત કરવામાં આવી છે.
    પરીક્ષા અને શૈક્ષણિક કાર્યની સૂચનાઓ અંગે  કચેરીના આદેશ મુજબ પછી જાણ કરવામાં આવશે
    વિદ્યાર્થીઓ અને વાલીઓને ખોટી અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા વિનંતી..સ્થિતિ  સામાન્ય થતાં સરકારના આદેશ મુજબ તુરંત પરીક્ષા લેવામાં  આવશે. એટલે વિદ્યાર્થીઓએ રજાના દિવસોમાં પરીક્ષાની તૈયારી કરવી.
    શાળાના નોટીસ બોર્ડ/બ્લોગ/ગ્લોબલ બોર્ડ એપ./ફેસબૂક પેજ
    દ્વારા વખતોવખત શાળાની સૂચનાઓ આપવામાં આવશે.

    આચાર્યશ્રી,
    શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ

    મંગળવાર, 3 માર્ચ, 2020

    નવ સત્ર વહેલું શરૂ  અંગેે તેમજ બદલાનારી શિક્ષણ પદ્ધતિ વિશે વાલીઓને માહિતગાર કરવા માટે તારીખ ૨ અને ૩ માર્ચ 2020

    દરમિયાન ધોરણ 9 અને 11 ના  વાલીઓ માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ-૯માં ૬૫ ટકા અને ધોરણ 11માં 80% વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    બુધવાર, 19 ફેબ્રુઆરી, 2020

    ધોરણ 12 કોમર્સ ના વિદ્યાર્થીઓની HSC બોર્ડ પરીક્ષા march 2020 ની રસીદ સોમવાર
    તા.24/02/2020
    સવારે 10.30  કલાકે આપવામાં આવશે

    મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2020

    ઇનામ વિતરણ ,પુસ્તક વિમોચન અને ધોરણ 10 /12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ ત્રિવિધ કાર્યક્રમ 18/2/20

    વધુ વિગત અને ફોટા જોવા અહીં  ક્લિક  કરો

    શનિવાર, 15 ફેબ્રુઆરી, 2020

    SSC/HSC શિક્ષા કોષ્ટક

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019 થી અમલમાં આવેલ SSC/HSC ના ગેરરીતિ કરતા પકડાયેલા પરીક્ષાર્થીઓ નું શિક્ષા  કોષ્ટક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

     CRC કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા આજરોજ 15/02/2020
    આપણી શાળામાં કરવામાં આવી હતી જેમાં જુદી જુદી શાળાના કુલ 36 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
    આપણી શાળાની
    ગાંધી ચાંદની નિલેશકુમાર(11/અ) પ્રથમ ક્રમે રહી હતી જે હવે આગળની કક્ષાએ જશે







    શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2020

    દાળિયા હાઈસ્કૂલમાં માતૃ  પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો
    પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળેલી આજની યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ તરફ અભિમુખ કરવા તેમજ આપણા સનાતન મૂલ્યોથી અવગત કરાવવા શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો .જેમાં સાર્વજનિક  કેળવણી મંડળના માનનીય પ્રમુખશ્રી જયંતિ દાદા ,આદરણીય  મંત્રીશ્રી રમેશભાઈ તેમજ વાલી મંડળના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં 35 વાલીઓ માતા-પિતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા આચાર્યશ્રી હિતેશભાઇ ભટ્ટે માટે પ્રાસંગિક તથા આવકાર પ્રવચન   કર્યું હતું .શાળાની વિદ્યાર્થિનીઓ અને શિક્ષિકા મીનાબેનના,શિકસાક્ષરી ગોપાલભાઈ ના    સુંદર મજાના ગીતો અને શ્લોકો દ્વારા   વાતાવરણ ભાવમય અને વાત્સલ્યમય બન્યું હતું .માતૃપિતૃ વંદના કાર્યક્રમ માં બાળકોએ કુમકુમ તિલક ,અક્ષત લગાવી ,ફૂલહાર પહેરાવી માતા પિતા ની આરતી ઉતારી હતી .ત્યારબાદ સૌ વડીલોને ,શિક્ષકશ્રીને  પણ  બાળકોએ કુમકુમ તિલક કર્યા હતા ત્યારબાદ પ્રમુખશ્રી  જયંતિદાદાએએ આશીર્વચન કહ્યા હતા.વાલીમંડળના પ્રમુખશ્રી   કલ્પેશભાઈ.એ કાર્યક્રમને સફળ જણાવી આયોજકો અને વાલીઓને અભિનંદન   પાઠવ્યા હતા . માનનીય મંત્રીશ્રી રમેશભાઈએ પ્રેરણાદાયી ઉદબોધન   કરી વિદ્યાર્થીઓને આ આચરણ દરરોજ કરવા અંગે ભારપૂર્વક જણાવ્યુ હતું.આ પહેલા એમણે વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રતિભાવો મેળવ્યા હતા. અંતે સુપરવાઈજર શ્રી  કાંતિભાઇ પટેલે આભારવિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્જુનભાઈ ચૌધરીએ કર્યું હતું.


    સોમવાર, 10 ફેબ્રુઆરી, 2020

    ગ્લોબલ બોર્ડ


    ગ્લોબલ બોર્ડ ઇન્સ્ટોલ કરવા માટેની સૂચનાઓ




    નીચે મુજબના સ્ટેપ લેવા
    Play store માંથી global board download કરો
    Open
    Agree and continue
    Google કે gmail account  ID ,password થી log in
    Allow પર click કરો
    +symbol પર click કરો
    BOARD ID પર click કરો
    SEARCH બાર માં lnbdalia લખી search કરો
    Follow karo

    ગુરુવાર, 6 ફેબ્રુઆરી, 2020

     અંગ્રેજી -ધોરણ 10 અને ધોરણ 9
    શાળાના પ્રતિભાશાળી શિક્ષક શ્રી આશિષ પટેલ દ્વારા તૈયાર કરાયેલ અંગ્રેજી ભાષાના ઉપયોગી વિડિયો માટેની લીંક


    https://youtu.be/NfRJ5n91Z-8

    અંગ્રેજી વિષયના અન્ય ઉપયોગી અસંખ્ય વિડીયો માટે 
    English with ashish Patel 
    ચેનલ સબસ્ક્રાઇબ કરવી


    ધોરણ 12 કોમર્સ માટે ઉપયોગી વિડિયો

    શ્રી ડો.કિશોરભાઈ  પટેલ દ્વારા તૈયાર કરાયેલ ધોરણ 11 અને 12 કોમર્સ ના જુદા જુદા વિષયો માટે ઉપયોગી વિડીયો youtube પર નિહાળો
    https://youtu.be/QNlhJ3oTKo8

    અન્ય વિડિયો માટે YouTube પર
    Dr.KP key Education
    ચેનલ સબક્રાઇબ કરવી. 
    શાળામાં ૧૯૯૪ થી દર વર્ષે ચાલતી શ્રી દેવેન્દ્ર નાયક અને ગંગાબા પારિતોષિક યોજના અંતર્ગત ધોરણ-૯ અને ૧૦ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી માટેનું ક્વિઝ સ્પર્ધાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું .જેમાં ધોરણ 9 અને 10 ની આઠ ટીમોમાં  કુલ 24 વિદ્યાર્થીઓ + audience એ ભાગ લીધો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં શાળાના સુપરવાઈઝર શ્રી કાંતિભાઇ પટેલે કવીઝ સ્પર્ધામાન ઇતિહાસ વિશે સૌને માહિતગાર કર્યા હતા તેમજ સ્પર્ધકોને શુભકામના પાઠવી હતી.  સમગ્ર સ્પર્ધાનું આયોજન અને સંચાલન શ્રી આશિષભાઈ પટેલ, ઉર્વશી બેન પટેલ ,કૃતિકાબેન પટેલ, પિનાકીનીબેન ગામીત, દિવ્યાબેન તથા મનાલીબહેને કર્યું હતું. અન્ય શિક્ષકો પણ મદદરૂપ થયા હતા. સ્પર્ધાને અંતે *ચાણક્ય ગ્રુપ * પ્રથમ ક્રમે વિજેતા રહ્યું હતું .આચાર્યશ્રી હિતેશભાઈ ભટ્ટે વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતા.

                   

                                  ચાણક્ય ગૃપ-પ્રથમ

    સોમવાર, 27 જાન્યુઆરી, 2020

    28 જાન્યુઆરીના રોજ સાર્વજનિક કેળવણી મંડળનો સ્થાપના દિવસ કલ્લોલભવન દ્વારા નાના-નાની દાદા-દાદી નો કાર્યક્રમ યોજી કરાશે અનોખી ઉજવણી

    શુક્રવાર, 24 જાન્યુઆરી, 2020